ક્યારે સાકાર થશે…?

આંખો માં છુપાયેલું એક સપનું

ક્યારે સાકાર થશે…?

એના પ્રકાશ સુધી હું પોહ્ચીશ

કે પછી, અહી જ મારો અંધકાર થશે…?

– હેલીશ મૈસુરીયા.

Advertisements

ભમરડો

“Only in a quiet mind exists adequate perception of the world.”

– Hans Margolius.

ભમરડો ફરતો હોય ત્યારે તેના રંગો સ્પષ્ટ દેખાતા નથી. આપને ખુબ અશાંત હોઈએ ત્યારે પણ સાચી વાત સમજી શકતા નથી. મન અશાંત હોય ત્યારે આજુ બાજુની દરેક ચીજ વિકૃત સ્વરૂપે દેખાય છે. પણ મન જો શાંત હોય તો આખા જગત ને સાચી દૃષ્ટિએ જોય શકાય છે.

શ્રી ચિન્મયાનંદે પણ કહ્યું છે કે “સફળ થવું હોય તો શાંત રહો અને ધીરેજ રાખો”

થોમસ જેફરસન જેવા મહાન રાજનેતા એ પણ કહેલું “તમારે તમારા પ્રતીસ્પ્રર્ધીને કપરા સંયોગો ને જીતવા હોય તો કોઈ પણ કપરા સંયોગોમાં ગુસ્સે ન થાઓ અને શાંત રહેતા શીખો  ઘણી વખત માણસે શાંત અને ચુપ રહેવાનું હોય ત્યારે તે અંશાંત થઈને અને બોલીને બગાડી નાખે છે
ધમ્પદમાં કહ્યું છે
“યો મુખ્જ્જતો ભીક્ખુ
મંત્ભાની અનુંદ્વતો,
અત્થમ ધમ્મ્ચ્ચ  દીપેતી
મધુર તરસ ભાસિતમ”

અર્થાર્થ જે વાણીમાં સંયમ રાખે છે,
મનન કર્યા પછી જ બોલે છે
વિનયી છે
બોલે ત્યારે સ્પષ્ટ અર્થ ને પ્રગટ કરે છે
તેવો મધુરભાષી માણસ જ સાચો ધાર્મિક છે.